રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી આપત્તિજનક ટિપ્પણી બાદ રોસે ભરાયેલા ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ગામે ગામ ઉગ્ર આંદોલનની શરૂઆત કરી હતી. પરંતુ ભાજપે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાના બદલે એમને જ ઉમેદવાર જાહેર કરતા ગુજરાતના ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરી હતી.જે અંતર્ગત ભાવનગર જિલ્લા તળાજા ત્રાપજ, લાકડિયા, વાવડી ગ્રામ્ય પંઠકમાં ફરતો જે તળાજા શહેરમાં ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચ્યો.
જયાં ક્ષત્રિય સમાજ દ્ધારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. આ રથમાં ક્ષત્રિય સમાજ નો લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતાં..અને જય ભવાની જય ભવાની ના મારા લાગ્યા હતા