ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી એક્સ આર્મી મેન તેમની પડતર માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે ત્યારે દેખાવો દરમિયાન એક નિવૃત જવાનનું મોત નિપજ્યુ હોવાની વિગતો સામે આવી રહી છે. 

મોટી સંખ્યામાં આજે નિવૃત જવાનોએ આજે રેલી પણ ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં કરી હતી. પડતર 14 મુદ્દાની માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે એક એક્સ આર્મી મેનનું મૃત્યુ થતા સમગ્ર મામલો ગરમયો પણ હતો.

મળતી વિગતો અનુસાર 72 વર્ષના આ આર્મી મેન હતા. નિવૃત આર્મી જવાનનું મૃત્યુ થતા મળતી વિગતો અનુસાર મૃતદેહ પોસ્ટમોટમ માટે મોકલાયો છે. એક્સ આર્મીમેનનો આરોપ છે કે, ઘર્ષણમાં મૃત્યુ નિપજ્યુ છે તેવો દાવો પણ નિવૃત જવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ મામલે તેમણે રેલી કાઢી હતી. રાજભવન રોડ, સર્કિટ હાઉસ રોડ સહીતના રુટ પર રેલી યોજવામાં આવી હતી. 

અધિકારીત રુપે ડેથ ઓફ રીઝન પોસ્ટ મોર્ટમ બાદ ખ્યાલ આવી શકે છે પરંતુ સૂત્રો ના દાવો નિવૃત જવાનો ઘર્ષણના કારણે થયું હોવાનું કહી રહ્યા છે. ખાસ કરીને એસ.પી., ડીવાએસપી, સહીતના પોલીસ અધિકારીઓનો કાફલો પણ તેમાં જોડાયો હતો. બપોરે 2.30 વાગ્યાના સમયે સફોકેશનનું રીઝન પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે લાઠીચાર્જ થયો જ નથી તેવી સ્પષ્ટતા પણ પોલીસ દ્વારા કરાઈ હતી.