ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સમસ્ત ગુજરાતના દેવીપુજક સમાજના પ્રશ્નોને ન્યાય આપવા અને તેઓની માગણી અંગે કાર્યવાહી કરવા માટે એક દેવીપુજક સમાજનું સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભરમાંથી વિશાળ સંખ્યામાં દેવીપુજક સમાજના આગેવાનો તેમજ સમાજના નાગરિકો જોડાયા હતા.

 ગાંધીનગર ખાતે યોજાયેલ દેવીપુજક સમાજના સ્નેહમિલન ના કાર્યક્રમમાં દેવીપુજક સમાજના લોકોએ પોતાના વિવિધ પ્રશ્નો અને માંગણીયો રજૂ કરતુ આવેદનપત્ર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આપવામાં આવ્યું હતું અને સમાજ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું.