પશુઓ માટે આશીર્વાદરૂપ 1962 કરૂણા એમ્બ્યુલન્સ પાલનપુરના તબીબ દ્વારા કૂતરાના મોં માં ફસાયેલું હાડકું કાઢી નવું જીવન અપાયું
રાજ્ય સરકાર દ્વારા ચાલતા અને ઇમેરાઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલીત 1962 કરૂણા એમ્બ્યુલન્સ અનેક પશુઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના શુભ સોસાયટી જોડે કૂતરાના મોં માં હાડકું ફસાઈ જતાં પરેશભાઈ દ્વારા કરૂણા એમ્બ્યુલન્સ 1962 ના વેટરનરી ડોક્ટરને જાણ કરાઈ હતી. જેને પગલે વેટરનરી ઓફિસર ર્ડા. સચિન ચૌહાણ તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર રાકેશભાઈએ સાથે મળીને તાત્કાલિક સ્થળ પર પહોંચી, તપાસ કરતા ડોક્ટરે જણાવ્યું હતું કે, ફસાયેલું હાડકું કાઢવુ પડશે. ડોક્ટરના અથાગ પ્રયત્ન અને અનુભવથી આખરે કૂતરાના મોં માં ફસાયેલું હાડકું કાઢીને જરૂરી સારવાર કરવામાં આવી હતી. પરેશભાઈએ નિ:શુલ્ક સારવાર આપવા માટે 1962 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના 1962 અને 10-MVD ના પ્રોગ્રામ મેનેજર શ્રી ડો. મયંક પટેલ અને પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી હાર્દિક બારોટ દ્વારા એમની ઉત્તમ કામગીરીને બિરદાવવામા આવી હતી. તેમજ લોકોને વધુમાં વધુ ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી આ સેવાનો લાભ લેવા માટે જણાવ્યું છે.