કલોલ ટાવર ચોક પાસે મસ્જિદની બાજુમાં આવેલી ચાલીમાં રહેતા મહેમુદ ઘાંચીને કલોલ પોલીસે 136 નંગ વિદેશી બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. કલોલ શહેર પોલીસે ખાનગી રાહે બાતમીના આધારે કાચી વાર મસ્જિદ પાસે આવેલી પથ્થરની ચાલીમાં રહેતા બુટલેગર મહેબુબ ઘાંચીની ઘરે દરોડો પાડ્યો હતો.