હળવદ તાલુકાના દિઘડીયા ગામે પરણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતાં પતિ અને સાસરિયાં પક્ષ વિરુદ્ધ પરણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતા ગંગાબેન મેહુલભાઈ મુંધવા (ઉ.વ.૨૧) એ આરોપી મેહુલ રણછોડભાઈ મુંધવા (પતિ) , રણછોડભાઈ રામાભાઈ મુંધવા (સસરા), દિનેશ રણછોડભાઈ મુંધવા (દિયર), રંજનબેન રણછોડભાઈ મુંધવા (નણદ) રહે બધા દિઘડીયા વાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૭-૦૯-૨૦૨૨ ના પહેલા બે ક વર્ષથી પરણીતાને સાસરીયા પક્ષ દ્રારા પતિ તથા સસરા તથા દિયર તથા નણંદ દ્રારા ચારિત્ર્ય અંગે શંકા કરી ખોટા કામ કરાવવા માટે દબાણ કરી તેમજ સંતાન નથી તે બાબતે આવાર-નવાર મેણા-ટોણા બોલી શારીરિક અને માનસીક દુખત્રાસ આપી ઢીકાપાટુ તથા દોરડા ના કટકા વડે શરીરે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજ્બ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ