વાંકાનેર ના માટેલ રોડે લેટોજા સીરામીકમાં ગેસ લીકેજ થતાં આગ: ચાર શ્રમિક દાઝ્યામોરબીના માટેલ રોડે લેટોજા સીરામીકમાં ગેસ લીકેજ થતાં આગ: ચાર શ્રમિક દાઝ્યા

 વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ રોડ ઉપર લેટોજા સીરામીક નામના કારખાનામાં ગેસ લીકેજ થવાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં કારખાનામાં કામ કરતાં ચાર શ્રમિકો દાજી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલ્સને જાણ પણ કરવામાં આવી 

મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર આવેલા સીરામીક કારખાનામાં અવારનવાર આગ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને છેલ્લા સમયગાળા દરમિયાન ગેસની પાઇપલાઇનમાંથી લીકેજ કે પછી વધુ ગેસ આવી જવાના લીધે કે રીપેરીંગ કામ દરમિયાન આગ લાગવાની ઘટના સામે આવી છે અને દાઝી જવાના બનાવો બન્યા છે તેવામાં વધુ એક બનાવવા વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર રાત્રી દરમિયાન બન્યો હ

સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ લેટોજા સિરામિક કારખાનાની અંદર ગેસ લીકેજ થવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ચાર શ્રમિકો દાજી ગયા છે તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા 

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે માટેલ રોડ ઉપર આવેલ લેટોજા સીરામીક કારખાનામાં ગેસ લીકેજ થવાના કારણે આશિષ સિંધાભાઈ પાલ (૨૭), કમલેશ રામકરણ પાલ (૩૭), સચિન ચેમલાભાઈ પાલ (૧૯) પવન કલુભાઈ પાળ (૧૮) રહે હાલ બધા લેટોજા સીરામીક માટેલ રોડ મૂળ રહે મધ્યપ્રદેશ વાળા દાઝી ગયા હોવાથી તેઓને સારવાર માટે રાજકોટની સિવિલમાં લઈ ગયા છેછેતોછે