પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ઉપરોકત ચોરીનો ગુન્હો શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ. 

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।

તા.૧૨/૦૯/૨૦૨૨નાં રોજ ઘનશ્યામભાઇ ગોહિલ હેડ કોન્સ. તથા સંજયભાઇ ચુડાસમા પો.કોન્સ.,એલ.સી.બી., ભાવનગર નાંઓને પેટ્રોલીંગ દરમ્યાન બાતમીરાહે હકિકત મળી આવેલ કે, ભાવનગર,અલ્કા ટોકીઝથી કુંભારવાડા રેલ્વે ફાટક રોડ ઉપર પોપટી કલરનું ટીશર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ ચશ્માવાળા માણસ પાસે શંકાસ્પદ સોનાની વસ્તુઓ છે.જે તે રસ્તે જતાં-આવતાં માણસોને વેચાણ કરવા માટે પુછપરછ કરે છે.તે સોનાની વસ્તુઓ તેણે કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં સાકીર ઉલ અલી શહાદત અલી શેખ ઉ.વ.૧૯ ધંધો-સોનાની મજુરી રહે.હૈદરભાઇની એ.આર. રોલ પ્રેસ નામની દુકાનમાં, સોની બજાર, મહુવા મુળ-શંખપુર થાના-કેસપુર જી.પશ્વિમ મેદનાપુર,પશ્વિમ બંગાળ વાળા પાસેથી કાળા કલરનું કવર ચડાવેલ સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- ગણી તથા સોનાનાં મીજાગરાનાં કટકા (ખીલીપાસી) વજન-૫ ગ્રામ ૭૪ મીલીગ્રામ કિ.રૂ.૨૮,૦૦૦/-નાં મળી કુલ રૂ.૩૮,૦૦૦/- નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.આ માણસની પુછપરછ કરતાં સોનાનાં મીજાગરાનાં કટકા (ખીલીપાસી) તેણે તેનાં શેઠ હૈદરભાઇની મહુવા, સોની બજારમાં આવેલ એ.આર.રોલ પ્રેસ નામની દુકાનમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.આ અંગે મહુવા પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે. 

શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ- મહુવા પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૬૯/૨૦૨૨ ઇ.પી.કો કલમઃ- ૩૮૧ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

                                                                      પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદિયા,સંજયભાઇ ચુડાસમા, પ્રજ્ઞેશભાઇ પંડયા