સુરેન્દ્રનગર શહેરના જોરાનગર રતનપર વિસ્તારમાં રામેશ્વર મંદિર પાસે ઉભેલા સગા ભાઈએ સગા ભાઈને સામાન્ય બાબતને ધ્યાનમાં લઇ અને છરી વડે હુમલો કરતા ભારે અફડા તપડીનો માહોલ સર્જાઇ જવા પામ્યો હતો અને ઇજાઘસ ભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા તાત્કાલિક અસરે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.ત્યારે જોરાનગર પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ થી સાતમ આઠમના તહેવારો લઇ અને પ્રકાશભાઈ સુરેન્દ્રનગર ખાતે આવેલા રતનપર ખાતે પોતાના પરિવાર સાથે મેળો કરવા આવ્યા હતા અને થોડા દિવસથી તેઓ સુરેન્દ્રનગરના રતનપર ખાતે રોકાયા હતા ત્યારે મેળામાં નરેશભાઈ અને પ્રકાશભાઈ ના બાળકો વચ્ચે સામાન્ય રીતે મેળામાં બોલાચાલી થયેલ હતી ત્યારે રાજકોટના રહેવાસી પ્રકાશભાઈ રામેશ્વર મંદિર પાસે હોટલે ચા પીવા માટે ઉભા હતા તહેવારસામાં તેમના સગાભાઈ પ્રકાશભાઈ ના ભાઈ નરેશભાઈ આવી અને કેમ મેળામાં મારા છોકરાઓ સાથે ઝઘડો કરતો હતો.તેવું જણાવ્યું અને હજી કાંઈ પણ પ્રકાશભાઈ વિચારે તે પહેલા જ નરેશભાઈએ તેમને છરી વડે હુમલો કર્યો હતો અને પ્રકાશભાઈ ને બીજા પહોંચાડતા તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શેરની મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે હાલમાં જેની ફરિયાદ નોંધ અને જોરાવર નગર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.