ભારતની સૌથી ઝડપી અને હાલ જ શરૂ થયેલી વંદે ભારત ટ્રેન નું એક્સિડન્ટ

તાજેતરમાં જ શરૂ થયેલી વંદે ભારત ટ્રેન આજરોજ મુંબઈથી અમદાવાદ આવી રહી હતી ત્યારે બપોર ના સમય આસપાસ અમદાવાદ શહેરના વટવા વિસ્તાર નજીક ટ્રેનના પાટા પાસે અચાનક ભેંસોનું ટોળુ આવી જતાં અકસ્માતમાં ૨ ભેંસના મોત નિપજ્યા હતા. વેસ્ટર્ન રેલ્વેના પીઆરઓ જયંતભાઈએ જણાવ્યુ હતું કે, વંદે ભારત ટ્રેન ૧૪૦ કિ.મી.ની ઝડપે જઈ રહી હતી. આ ઘટનામાં ટ્રેનના ચાલકે બ્રેક તો મારી હતી, પરંતુ ટ્રેનની એટલી ઝડપ હોય ભેંસોને બચાવી શકાઈ ન હતી. આ અકસ્માતમાં ટ્રેનની એન્જીનનું ડાબી બાજુનું પડખાનો ભૂક્કો બોલી ગયો હતો. આ ટ્રેન ગાંધીનગર પહોંચ્યા બાદ તેની મરામત કરવામાં આવશે તેમ જણાવાયુ હતું.

આગામી દિવસ 30-09 ના રોજ ભારત ના પ્રધાનમંત્રી દ્વારા જ શરુ કરવામાં આવી હતી ટ્રેન

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર