વઢવાણ:પોલીસ અધિક્ષક હરેશ દુધાત તથા નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝન એચ.પી.દોશી નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી-જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે અમોએ પોલીસ સ્ટાફના માણસો પ્રોહી-જુગારની પ્રવૃતિ અંગે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો ખોડુ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે વખતે પૌ કોન્સ અનિલસિંહ નારસંગભાઇ નાઓને ખાનગીરાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,રૂપાવટી ગામે નવીપ્રાથમીક શાળા પાસે જાહેર રોડ ઉપર વાસમાં જવાના રસ્તે એક ઇસમ પોતાની ઇકો ગાડી રજી નંબર GJ 13 AB 2596 વાળી રાખી ગે.કા.દેર્શીદારૂનું વેચાણ હેરાફેરી કરે છે.જે હકીકત આધારે સદરહુ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી આરોપી દીપકભાઇ દેવુભાઇ મારૂણીયા જાતે ચુ.કોળી ઉ.વ.40 ધંધો ડ્રાયવીંગ રહે રૂપાવટી નવીનીશાળ પાછળ તા.વઢવાણ જી સુરેન્દ્રનગર વાળાને ઇકો ગાડી રજી નંબર GJ 13 AB 2596 કિ.રૂ.1,00,000/ વાળીમાંથી દેશી દારૂ લીટર-61 કિ.રૂ.1,220/- તથા મોબાઇલ ફોન નંગ-01 કિ.રૂ.5,000/-મળી કુલ કિ.રૂ.1,06,220/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.(1) આર.જે.જાડેજા પો.સબ ઇન્સ જોરાવરનગર (2) એ.એસ.આઇ હેમીપ વી મારવણીયા (3) એ.એસ.આઇ સરદારસિંહ ઘનશ્યામસિંહ (4) પો.હેડ.કોન્સ ચમનલાલ નાનજીભાઇ (5) પો.કોન્સ સાહીલભાઇ મહંમદભાઇ (6) પો.કોન્સ કેસરીસિંહ અજીતસિંહ (7) પ્રો.કોન્સ અનિલસિંહ નારસંગભાઇ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દ્વારા સદરહુ પ્રોહીબીશનનો કેસ શોધી કાઢેલ છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं