સંજેલી તાલુકાના પોસ્ટ ઓફિસ ફળિયું , વચલુ ફળિયું , પ્રજાપતિ ફળિયો અને તાલુકા પંચાયતથી સંતરામપુર રોડ સુધીનો ગટર સાથે રસ્તાની કામગીરી મંજૂર થઈ હતી . જે બાદ કોન્ટ્રાક્ટર એ જી ભટ્ટ ટેન્ડરની કામગીરી મળતાં જ સંજેલી ચાલી ફળિયા પોસ્ટઓફિસ વિસ્તારના રસ્તાની કામગીરી શરૃ કરતા સ્થાનિક લોકો દ્વારા દબાણો ખુલ્લા કરી રસ્તા ગટરની કામગીરી કરવા માટે જિલ્લા તાલુકા કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી .

માર્ગ અને મકાન વિભાગના ઈંજીનિયર અંકીત પરમાર દ્વારા જણાવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટર એ.જી ભટ્ટે કામગીરી અધૂરું મૂકી શરૂ ન કરતા નોટિસ પાઠવી છે . કામગીરી નહીં કરે તો બ્લેક લિસ્ટમાં મુકાશે . 

પોસ્ટ ઓફિસ વિસ્તારમાં રસ્તાની અધૂરી કામગીરીથી વાહનો ઘરઆંગણે પાર્ક થતાં નથી . એક રસ્તા પરથી બીજા રસ્તા પર પસાર થવામાં અકસ્માત સર્જાય છે . તેમજ પાણી ભરાતાં રોગચાળો ફાટી નીકળવાનો ભય ફેલાયો છે . અનિશભાઇ ડબ્બા , સ્થાનિક આગેવાન