હાલોલ શહેરના પાવાગઢ પર આવેલ નવીન એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના કમ્પાઉન્ડમાં હાલોલ વકીલ મંડળ દ્વારા સોવેનીયર ડિરેક્ટરીના વિમોચન લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ વિશેષ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના નામદાર ચીફ જસ્ટિસ જજ એસ.વી.પિન્ટોએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીવાસ્તવ સાહેબ,એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચ.બી.ત્રિવેદી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ.વી.ગાંધી,એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વી.વી.મોઢે,એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સીજે પટેલ એડિશનલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ એચ એચ વિશ્નોઇ સહિત પંચમહાલ જિલ્લાના તમામ નામદાર જજશ્રીઓ હાલોલ,કાલોલ, જાંબુઘોડા,ઘોઘંબા તાલુકાના વકીલો તેમજ પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર,હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવિણસિંહ પરમાર, બાર કાઉન્સિલ ચેરમેન નલિન પટેલ ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ લીડર આર.એસ.ઠાકોર હાલોલ વકીલ મંડળના પ્રમુખ નારણ એલ.વરીયા ઉપપ્રમુખ રૂદ્રેશ ત્રિવેદી સેક્રેટરી મનોજ રાણા સહિત સદસ્યોએ હાજરી આપી હતી જેમાં ઉપસ્થિત અતિથિ વિશેષ તેમજ મહાનુભવોના વરદ્ હસ્તે વિવિધ માહિતી સભર તેમજ જોવાલાયક સ્થળો અને ઇતિહાસ તેમજ સરકારી કચેરીઓની માહિતી તેમજ કાયદાકીય માહિતી પૂરી પાડતી અને તમામ વકીલોના નંબરો ધરાવતી મહત્વપૂર્ણ સોવેનીયર ડિરેક્ટરી બુકનું વીમોચન લોકાર્પણ કરાયું હતું જ્યારે આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત આદિવાસી નૃત્ય ગીત પણ પ્રસ્તુત કરાતા સૌ કોઈ આદિવાસી સાંસ્કૃતિક નૃત્ય જોઈ મંત્રમુગ્ધ થયા હતા.