વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ ખાતે એગ્રો ઈનપુટ ડીલરોના સર્ટિફિકેટ કોર્ષની સાતમી અને આઠમી બેચનો ઉદ્ઘઘાટન કાર્યકમ તા. ૮ અને ૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ યોજાયો. જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત શ્રી રમેશભાઈ રાઠોડ (વિષય નિષ્ણાંત - પાક સંરક્ષણ) એ કર્યું હતું. ત્યારબાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્ર્મની શરૂવાત કરવામાં આવી હતી. આ કાર્યક્મના અધ્યક્ષશ્રી જીતેન્દ્રસિંહ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવીકે, કોડીનારએ કેવીકે દ્રારા આપવામાં આવતી તાલીમ ખરા અર્થમાં ખેડૂતોને ઉપયોગી બને તે વિષય પર ભાર મૂકયો હતો તથા આ તાલીમની સાથે બીજી ખેતી ઉપયોગી માહિતી ડિલરોએ લેવી જોઇયે અને ખેડૂતો સુધી પહોચાડવા અનુરોધ કર્યો હતો. આ ૧૨ અઠવાડિયાની પેસ્ટીસાઈડ ડીલર તાલીમના કોર્ષ ડાયરેકટર અને કેવિકેના પાક સંરક્ષણ, વિષય નિષ્ણાંત શ્રી રમેશભાઈ રાઠોડએ ૧૨ અઠવાડીયા દરમ્યાન કરવાના થતાં જુદા જુદા કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી તથા તાલીમનું મહત્વ અને તાલીમ દરમ્યાન ધ્યાનમાં રાખવાના મુદાઓ વિષે સવિસ્તાર પૂર્વક માહિતી આપી હતી. ત્યારબાદ કેવિકેના પાક વિજ્ઞાન, વિષય નિષ્ણાંત શ્રી મનીષભાઈ બલદાણીયાએ આ પ્રકારની તાલીમ લેવાથી કેવા પ્રકારના ફાયદાઓ થાય અને ખેડૂતોને સાચું ટેકનિકલ માર્ગદર્શન મળી રહે એના માટે સૌએ ખુબજ કાળજીપૂર્વક તાલીમ લેવા અનુરોધ કર્યો હતો અને અંતમાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્મમાં કુલ ૮૧ જેટલા એગ્રો ઈનપુટ ડીલરોએ હાજરી આપી હતી.