લાયન્સ ક્લબ પોરબંદર (ડિસ્ટ્રીક્ટ 3232-J) દ્વારા મુક સમાજ સેવકનું સચોટ ઉદાહરણ પૂરું પડાયું 

લાયન્સ ક્લબ પોરબંદર (ડિસ્ટ્રીક્ટ 3232-J) દ્વારા ધાબળા વિતરણના કાર્યક્રમ દરમિયાન ઢળતી સંઘ્યાએ રેલ્વેસ્ટેશન નજીક આવેલ પોલીસ સ્ટેશન અને નગરપાલિકાની વચ્ચેની ફૂટપાથ પાસે સાવ રસ્તા ઉપર ઢળતી ઉમરનો એક અનામી વૃદ્ધ ઠંડીના લીધે થરથર ધ્રુજતા હતા, તેમને એક ધાબળો ઓઢાડવા આવ્યો ત્યારે એ વૃદ્ધે ઇશારાથી પોતાના ખિસ્સામાં પડેલ કાગળ બતાવવાનો પ્રયત્ન કરેલ ત્યારે લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા એ તેમના ખિસ્સામાં તપાસ કરતા ચૌદમી ડિસેમ્બર ડોક્ટરનું લખેલ પ્રિસ્ક્રિપ્શન હતું તેમાં દવા લખેલી હતી. વૃદ્ધને હાથ અડાડતા માલુમ પડ્યું કે તેને સખત તાવ હતો અને ઠંડી લાગતી હતી એવી કરુણ પરિસ્થિતિ જોઈ કોઈપણનો હૃદય દ્રવી ઊઠે, માનવતાના ધોરણે એક ફરજ અદા કરવાનો સમય આવી ગયો હતો. કોઈપણ જાતનો વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 ઉપર ફોન કરવામાં આવ્યો. હોસ્પિટલમાં સમય દરમ્યાન વાઈસ પ્રેસિડેન્ટ લાયન કિસન મલકાણ દ્વારા કપડાં અને બીજી પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડી એક મુક સમાજ સેવકનું સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું

આજે સામાજીક સંસ્થામાં જોડાવું એ કોઈ એક સ્ટેટ્સની વાત નથી પણ સમાજને જરૂર છે ત્યાં ખડે પગે ઊભા રહી લાયન્સ ક્લબ જેવી સંસ્થામાં જોડાયાંનું સાર્થક કરી બતાવ્યું. થોડીવારમાં 108 આવે છે અને આ વૃદ્ધને તપાસી તેમને તાત્કાલીક તબીબી સારવારની જરૂરિયાત છે, એવું જણાતા 108 મારફતે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં આ દર્દીને લાયન્સ પ્રેસિડન્ટ લાયન નિધિ મોઢવાડિયા તથા વર્ષાબેન ગજ્જર બંને સાથે મળીને ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર ખાતે દાખલ કરવામાં આવેલજ્યાં તેમને કપડા જરૂરી દવા ચા પાણી વગેરે પૂરું પાડવામાં આવેલઆ વૃદ્ધનું કોઈ સગુ વહાલું હોય એવું જણાતું ન હતું. રાત્રિના આ દર્દી પાસે કોણ રહે એ એક સળગતો પ્રશ્ન હતો માટે પોરબંદરની ઘણી બધી સામાજિક સંસ્થાઓનો ફોન દ્વારા સંપર્ક કરવામાં આવેલ પણ કોઈ પહોંચી ન શક્યું.ત્યારે એક જરૂરી મહેનતાણું ચૂકવીને એક માણસને આ દર્દીને સાર સંભાળ રાખવા માટે હોસ્પિટલમાં મૂકી અમે સામાજીક સંસ્થાની એક સમાજ પ્રત્યેની ફરજ અદા કરેલ છે સમય પર મદદ એ આવનાર 108 અને સિવિલ હોસ્પિટલ નો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પણ પ્રશ્ન એ ઉભો થાય છે કે આજના નિરાધાર વૃદ્ધોને પૈસાની જરૂર નથી, હુંફની જરૂર છે. સારવારની જરૂર છે સલામતીની જરૂર છે એના માટે દરેક સામાજીક સંસ્થા તો ઠીક પણ સામાન્ય નાગરિકની પણ ફરજ બની રહે છે... 

સૌથી કરુણતાએ બાબતની હતી કે આ વૃદ્ધ ઠંડીમાં ધ્રુજતો હતો ત્યારે પણ તેની ઉપર પૈસાના સિક્કાઓ દાનવીર તરફથી ફેંકવામાં આવેલા હતા શું આ સિક્કા વૃદ્ધનો જીવ બચાવી શકે???? આવા પૈસા ફેંકતા પહેલા કોઈએ પણ આ વૃદ્ધની તકેદારી લઈને પણ થોડું પાણી પીવડાવ્યું હોત તો એની આંતરડીને થોડીક પણ ઠંડક મળત અને એને એમ થાય કે સમાજ મારું ધ્યાન રાખે છે. એ પછી પોતાની વ્યથા બીજા પાસે ઠાલવી શકત...માટે તમામ પોરબંદરના નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે આવા કોઈ વૃદ્ધો કે અન્ય અનાથ નિરાધાર જેમને મદદની જરૂર છે, એ માટે પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયાનો સંપર્ક કરવો અને શક્ય હોય તો તાત્કાલિક કોઈ એવી વ્યવસ્થા કરવી અથવા તો પોરબંદરને ઘણી બધી સામાજીક સંસ્થાઓ છે એમાંની એક લાયન્સ ક્લબ પોરબંદરનો સંપર્ક સાધવા પ્રેસિડેન્ટ લાયન મોઢવાડિયાએ દર્દ ભરી અપીલ કરી છે.