અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અંધારાનો લાભ લઈને રાહદારીઓ અને વાહનચાલકોને રોકીને ધાડ પાડતી ગેંગ ઝડપાઈ છે. ઝોન-7 એલસીબીની ટીમે બાતમીના આધારે આરોપીઓની એક હોટલમાંથી ધરપકડ કરી છે. આરોપીઓની પુછપરછમાં એક બે નહિ પરતુ 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઝોન 7 LCB ના PSI આર.પી વણઝારા સહિતના સ્ટાફે બાતમીના આધારે પ્રકાશ ઉર્ફે નેપાળી ચંદ, રવિ રાજપૂત, વિકાસ રાજપૂત અને મત્સ્યેન્દ્રસિંધ ઉર્ફે ગબ્બર મીણાની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ રાત્રીના સમયે હાઈવે પર ફરીને એકલ દોકલ વાહનચાલકોને રોકીને અલગ અલગ સરનામા પુછવાના બહાને તેમજ વાહન અથડાવી આંતરીને છરી બતાવીને રોકડ રકમ, દાગીના અને મોબાઈલ લેપટોપની લૂંટ ચલાવતા હતા. પોલીસે બાતમીના આધારે કાલુપુર વિસ્તારની એક હોટલમાંથી ચારેય આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા અમદાવાદ અને ગાંધીનગરના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે. પકડાયેલા આરોપીઓમાં એક આરોપી નેપાળનો, એક ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ અને એક અમદાવાદનો છે. જેમાં મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે નેપાળી આ ગેંગ સાથે લૂંટ અને ધાડના ગુનાને રાત્રે અંજામ આપી દિવસે અલગ અલગ હોટલોમાં રોકાતા હતા. અમદાવાદના આનંદનગર, સરદારનગર, ચાંદખેડા, નરોડા, અને ગાંધીનગરના ઈન્ફોસિટી અને અડાલજ પોલીસ સ્ટેશનના લૂંટ, સ્નેચિંગ, મારમારી, ચોરી જેવા ગુનાઓમાં સામેલ હોવાથી આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરાઈ છે. તેવામા આ ગુનામાં આરોપીઓ સાથે સામેલ અન્ય બે આરોપીઓ જેમાં કુલદિપ ઉર્ફે દિપુ તોમર અને સચિન વોન્ટેડ હોવાથી તેઓને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ છે આ મામલે ઝોન 7 LCB એ આરોપીઓ પાસેથી છરો, એપલનુ લેપટોલ, બે મોબાઈલ અને મોટર સાયકલ કબ્જે કર્યું છે. તેવામાં આરોપીઓએ તેઓની સામે નોંધાયેલા 6 ગુના સિવાય અન્ય કોઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પુછપરછ શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
7 साल की मासूम के साथ रेप का मामला, मकान मालिक के बेटे पर लगाया आरोप।
7 साल की मासूम के साथ रेप का मामला आया सामने,मकान मालिक के बेटे पर लगाया रेप का आरोप, महिला थाने...
তিনিচুকীয়াৰ পানীতোলাত এখন ট্ৰাকৰ পৰা ২০ লাখ টকা জব্দ তিনিচুকীয়া আৰক্ষীৰ
তিনিচুকীয়াৰ পানীতোলাত এখন ট্ৰাকৰ পৰা ২০ লাখ টকা জব্দ তিনিচুকীয়া আৰক্ষীৰ
સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ | SatyaNirbhay News Channel
સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યા કેસ જેવો બનાવ | SatyaNirbhay News Channel
बूंदी के 783 वे स्थापना दिवस के अवसर पर देखिए कहां क्या होगा अयोजन, पढ़े यह खबर
बूंदी के 783 वे स्थापना दिवस के अवसर पर द नाहर संस्था बून्दी एवं अडानी विलमार लिमिटेड के संयुक्त...