પાવીજેતપુર તાલુકાના ગામેથી છોટાઉદેપુર એલસીબી દ્વારા વધુ એક જોલા છાપ ડોક્ટરને પકડી પાડી ૧૬,૧૧૦ / - નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તિ ધરાવતો વિસ્તાર છે અહીંયાની ભોળી પ્રજામાં અભ્યાસનો અભાવ હોય જેથી આવી ભોળી પ્રજાને કોઇ છેતરી ન જાય અને તેઓના સ્વાસ્થય સાથે ચેડા ન કરે તે હેતું થી જિલ્લામાં ગેરકાયદેસર અને ડીગ્રી વગરના ડોકટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરથી સુચના આપેલ જે આધારે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા . પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે પાવીજેતપુર પો.સ્ટે . વિસ્તારના સુસ્કાલ ગામે નિશાળ ફળીયામાં તેરસીંગભાઇ મગનભાઇ રાઠવા નાઓની દુકાનમાં પ્રદિપકુમાર પ્રફુલકુમાર રોય નામનો માણસ કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી વિના ડોકટરની પ્રેકટીશ કરે છે અને ગામના તથા આજુ - બાજુના ગામના અભણ લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી એલોપેથીક દવાઓ આપી ઇન્જેકશનો મારી ડોકટર તરીકેનું કામ કરે છે . જેથી એચ.એચ.રાઉલજી નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને સાથે સુસ્કાલ મુકામે રેઇડ કરવા મોકલતા પ્રદીપકુમાર પ્રફુલકુમાર રોય રહે.મીઠોપારા દેબાગ્રા પંચાયત તા.રાણાઘાટ જી.નાડીથા ( પ.બંગાળ ) હાલ રહે.સુસ્કાલ , નદી ફળીયા તા.પાવીજેતપુર જી.છોટાઉદેપુર નાઓ ડોકટર તરીકેનું કામ કરતા મળી આવેલ અને તેની પાસેથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો તથા અન્ય સાધનો સાથે કુલ કિ.રૂ .૧૬,૧૧૦.૩૪ / - નો મુદ્દામાલ મળી આવતા પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.