સરકાર આડેધડ નિયમોની અમલવારી શરૂ કરી દે છે. સૌથી સેફ ગણાતી મર્સિડિઝના અકસ્માત બાદ સાયરસ મિસ્ત્રીના મોતથી સરકાર એકાએક જાગી છે અને નિયમો જાહેર કરી દીધા કે હવે કારમાં પાછળ બેસનાર માટે પણ સીટબેલ્ટ ફરજિયાત રહેશે. સેફ્ટીની દ્રષ્ટીએ આ ઉત્તમ છે પણ સવાલ એ છે કે કારમાં હવે 5મો વ્યક્તિ બેસી શકશે કે નહીં? કારણ કે અમદાવાદમાં તો આજથી આ નિયમ લાગુ થઈ ગયો છે તો શું પોલીસ દંડની પાવતી આપશે. કારણ કે કારમાં 4 જ સીટબેલ્ટ હોય છે તો પાછળ ત્રીજો બેસનાર કેવી રીતે બાંધશે....જેમની પાસે હાલમાં જૂની કારો છે એમને તો પાછળની સીટોમાં સીટબેલ્ટ જ નથી. સરકારી બસ હોય કે આડેધડ દોડતી પેસેન્જર જીપો અને ઈકો કાર એમાં તો કોઈ પ્રકારનો સીટ બેલ્ટ હોતો નથી તો સરકાર આ લોકોની સેફ્ટી માટે કેમ નથી વિચારતી, રોડ રસ્તા પર માતેલા સાંઢની માફક વાહનો દોડે છે પણ શું સરકારને કારમાં સવાર લોકોની સેફ્ટીની પડી છે એ સૌથી મોટો ચર્ચાતો સવાલ છે. સેફ્ટી જરૂરી છે પણ કાર નિર્માતા કંપનીઓ સીટબેલ્ટની સંખ્યા વધારે બાદમાં આ નિયમો લાગુ કરવાની જરૂર હતી. કાર 5 સીટર કે 7 સીટર હોય છે. કાર એ લકઝરી નહીં જરૂરિયાત છે. તો શું આ નિયમો લાગુ કરવાની જરૂર હતી કે આ એક ઉતાવળિયો કે અધકચરો નિર્ણય છે આપ પણ આપનો અભિપ્રાય આપી શકો છો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं