દિયોદર રામપુરા(ધુ) ગામની ગુમ થયેલ યુવતી ને શોધી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

પોલીસે ટિમ બનાવી શોધખોળ હાથ ધરી હતી 

દિયોદર પોલીસ ની સહાનિય કામગીરી સામે આવી છે જેમાં થોડા સમય અગાવું રામપુરા (ધુ) ગામ ની એક યુવતી ગુમ થઈ હતી જેમાં પોલીસે ટિમ બનાવી યુવતી ને શોધી પરિવાર સાથે મિલન કરાવતા પરિવારજનો એ પોલીસ નો આભાર વ્યક્ત કર્યો છે 

દિયોદર તાલુકા ના રામપુરા (ધુ) ગામે રહેતી શારદાબેન ખેતાભાઈ ચૌધરી થોડા સમય અગાઉ ગુમ થઈ હતી જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી થી યુવતી ને તાત્કાલિક શોધી કાઢવાની સૂચના મળતા દિયોદર પોલીસ નવીનભાઈ હીરાભાઈ,પો કો નાનજીભાઈ ઉકાભાઈ વસરામ રગાભાઈ સ્ટાફે સચોટ તપાસ કરી વાંકાનેર ,ચોટીલા,સુરેન્દ્રનગર તથા ભુજ તરફ તપાસ કરી યુવતી ની ભાળ મેળવી હતી જેમાં યુવતી ને દિયોદર પોલીસ મથકે લાવી પરિવાર જનો સાથે મિલન કરાવ્યું હતું જેમાં પોલીસ ની કામગીરી પણ પરિવારજનો એ બિરદાવી હતી