અમારી સરકાર લાવો, વીજળીનું બીલ ઝીરો આવશે અમારી સરકાર લાવો,સારવાર મફત થશે- અરવિંદ કેજરીવાલ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અમારી સરકાર લાવો ૧ વર્ષમાં ૧ લાખ શિક્ષકની ભરતી કરીશું - મનીષ સિસોદિયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હિંમતનગર ખાતે પહોંચ્યા સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા,ઇન્દ્રનીલ રાજ્યગુરુ,ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી તથા આપના હોદ્દેદારો હિંમતનગર ડૉ.નલિનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે પહોંચ્યા.જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ અરવિંદ કેજરીવાલ દ્વારા સભા સંબોધવામાં અવિહતી જેમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે જો આપની સરકાર બનાશેતો ૩ મહિનામાં વીજળીના બિલ ઝીરો કરી દઈશું અને અરવિંદ કેજરીવાલે જણાવ્યુકે જો ગુજરાતમાં આપની સરકાર બનશે તો ૧૦લાખ જેટલી સરકારી નોકરીઓ પણ આપીશું

અરવિંદ કેજરવાલે જણાવ્યુકે તમે મને વોટ આપો હું તમને ફ્રી વીજળી આપીશ તમે મને વોટ આપો હું તમને મફત ઈલાજ આપીશ વધુમાં કેજરીવાલે સ્વાસ્થ્યની ચિંતા કરતા જણાવ્યું કે જો આપની સરકાર આવશે તો બધાને મફત ઈલાજ સારો ઈલાજ આપવાની જવાબદારી સરકારની છે તમામ લોકોને દવાઓ - ટેસ્ટ અને ઓપરેશન મફત કરવામાં આવશે.

         દિલીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ પ્રસંગે જણાવ્યું કે વાત માત્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની નથી,વાત એ છેકે ગુજરાતનો દરેક વાલીને પોતાના બાળકો માટે સારું શિક્ષણ જોઈએ છે.આજે દિલ્હીની સરકારી શાળાઓ પ્રાઇવેટ સ્કુલોને ટક્કર આપી રહી છે અને એટલેજ ૪ લાખથી વધુ બાળકો પ્રાઇવેટ શાળાઓ છોડી સરકારી શાળામાં આવ્યા છે વધુમાં મનીષ સિસોદિયાએ જણાવ્યું કે ગુજરાતમાં અમારી સરકાર લાવો એકજ વર્ષમાં ૧ લાખ શિક્ષકોની ભરતી કરીશું અને વિદ્યાસહાયકની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવીશું.