'વિશ્વાસ થી વિકાસ' યાત્રા-૨૦૨૨

 

તા.૧૨ મી સપ્ટેમ્બરે પ્રાંત કક્ષાના કાર્યક્રમો  અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ

તા.૧૩ મી સપ્ટેમ્બરે યોજાશે

 

વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાશે જિલ્લા કક્ષાનો

'વિશ્વાસ થી વિકાસ' યાત્રાનો કાર્યક્રમ

 

ભુજ, શનિવાર:

        આગામી તા. ૧૨ અને ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન રાજયભરમા યોજાઈ રહેલા 'વિશ્વાસ થી વિકાસ' યાત્રાના કાર્યક્રમોઅંતર્ગત, કચ્છ  જિલ્લામા પણ અંદાજીત રૂ. ૬૧ કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો  કરવામાંઆવશે.

વિવિધ યોજનાકીય કામગીરીની જાણકારી દ્વારા પ્રજાજનોની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવાના હેતુ સાથેઆયોજિત, 'વિશ્વાસ થી વિકાસ' યાત્રા દરમિયાન વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકાભિમુખ કાર્યક્રમોપ્રજારપણ કરવામાં આવશે.

કચ્છ જિલ્લામાં તા. ૧૨ મી સપ્ટેમ્બરે પ્રાંત કક્ષાના કાર્યક્રમો, અને તા. ૧૩ મી સપ્ટેમ્બરે જિલ્લા કક્ષાના કાર્યક્રમને આખરીઓપ આપતા જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે. તથા નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશભાઈ પંડયાએ આયોજન બેઠકમાં  સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનાઓ  આપી હતી. બેઠકમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી જે. કે. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભુજ ટાઉનહોલ ખાતે વિધાનસભા અધ્યક્ષડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાશે.

             કચ્છ જિલ્લાનાવિશ્વાસ થી વિકાસયાત્રાના પ્રાંત કક્ષાના કાર્યક્રમોમાં અંદાજીત રૂ. ૧૮ કરોડ, ૩૭ લાખની કિમતના   કુલ ૯૪૯ કામો, અને જિલ્લા કક્ષાના કાર્યક્રમમા અંદાજિત રૂ.૪૨ કરોડ, ૯૭ લાખની કિમતના ૨૪ કામોનો સમાવેશ કરાયો છે.