પાવીજેતપુર પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા અસંખ્ય વૃક્ષો તેમજ વીજ થાંભલા ધારાશાયી થતા કલાકો સુધી રસ્તાઓ બંધ : વીજળી ડૂલ

           પાવીજેતપુર પંથકમાં સવારના સમયે વાદળછાયુ વાતાવરણ થઈ વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદની પધરામણી થતા અસંખ્ય વૃક્ષો તેમજ વીજ થાંભલા ધારાશાયી થઈ જતા પાવીજેતપુર ની આજુબાજુના બધા જ રસ્તાઓ બ્લોક થઈ જવા પામ્યા હતા જ્યારે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી.

              પાવીજેતપુર પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો નવ વાગ્યા બાદ એકાએક વાવાઝોડાની શરૂઆત થતા રસ્તાઓ ઉપર અસંખ્ય વૃક્ષો ધારાશાયી થઈ ગયા હતા. તેવી જ રીતે નગરમાં તેમજ આજુબાજુ ગામડાઓમાં વીજ થાંભલા ધરાશાયી થતા વીજળી કલાકો સુધી ડૂલ થઈ જવા પામી હતી. પાવીજેતપુર થી બોડેલી તરફ જતા રસ્તા વચ્ચે સિહોદ પાસે વૃક્ષ મોટું ધારાશાયી થઈ જતા કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો તેમજ એક જ બાજુ ચાલુ થયો હતો તંત્ર દ્વારા જેસીબી લગાવી વૃક્ષોને રોડની બાજુ પર ખસેડી કલાકોની ભારે જહમત બાદ રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા હતા. પાવીજેતપુર થી રતનપુર મંદિર નું મોટો શેડ તેમજ વૃક્ષ રોડ પર પડી જતા રતનપુર થી મોટી આમરોલ નો રસ્તો બંધ થઈ ગયો હતો. પતરાના શેડને ખસેડીને રસ્તો ચાલુ કરવામાં આવ્યો હતો. પાવીજેતપુર થી કલારાણી વાળા રસ્તા ઉપર પણ વૃક્ષો ધારાશાયી થયા હતા જેના કારણે કલાકો સુધી રસ્તો બ્લોક થઈ ગયો હતો. જે રસ્તા ઉપર થી લોકોએ તેમજ તંત્ર દ્વારા ભારે જેહમત બાદ વૃક્ષોને ખસેડતા રસ્તા પુનઃ ચાલુ થયા હતા. વીજ થાંભલાઓ પણ અસંખ્ય ધારાશાયી થઈ ગયા હોવાના કારણે તેમજ આજુબાજુ ગામડાઓમાં પણ પ્રવાહ બંધ કરી દેવાની ફરજ પડી હતી. સવારથી આ લખાય છે ત્યાં સુધી લાઈટો આવી ન હતી. તંત્ર દ્વારા જેહમત કરી વહેલી તકે વીજ પ્રવાહ ચાલુ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. 

             આમ, પાવીજેતપુર પંથકમાં વીજળીના કડાકા અને વાવાઝોડા સાથે વરસાદ પડતા અસંખ્ય વૃક્ષો તેમજ વીજ થાંભલા ધરાશાયી થતા રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા તેમજ બીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો. જ્યારે કેટલાક છાપરાઓ પણ ઉડી જવા પામ્યા હતા સદનસીબે પાવીજેતપુર તાલુકામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.