તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ તથા કલા મહોત્સવ યોજાયો હતો. જેમાં ચિત્ર,વકૃત્વ, સર્જનાત્મક કૃતિ,એકપાત્રિય અભિનય, નિબંધ લેખન,સમુહગીત તેમજ ગરબા જેવી વિવિધ સ્પર્ધા યોજાઇ હતી તેમાં શ્રી માતુશ્રી મોંઘીબા ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ ઉત્સાભેર ભાગ લીધેલ હતો જેમાં ઉપરોકત તમામ પ્રકારની સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. તદઉપરાંત ગુજરાત સરકાર દ્વારા લેવાતી 'જ્ઞાનગુરૃ' કવીઝમાં પણ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓએ પ્રથમ દસમાં સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા વીરપુર ગામને ગૌરવ અપાવેલ છે. આ તકે શાળા પરિવારે તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવેલ હતા