આગામી લોકસભા 2024 ની ચૂંટણીને લઇ આચાર સહિતા અમલમાં આવી છે જેના લીધે બનાસકાંઠા જિલ્લા પોલીસવળા અક્ષય રાજ મકવાણાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ જિલ્લાના તમામ પોલીસ માથકો માં દારૂ સહિતની ગેરકાયદેસર તમામ પ્રવૃત્તિઓ ને અટકાવવા અને તેની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે જેથી ડીસા તાલુકા પોલીસની ટીમ ગઈકાલે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ડીસા તાલુકાના રોબસ મોટી ગામના એક રહેણાંક મકાનમાં દરોડો પાડી દારૂ બિયરની 226 બોટલો જપ્ત કરી હતી અને એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઇ અમિતભાઈ દેસાઈ ની સુચનાથી સ્ટાફના મુકેશભાઈ. મહેશ ગીરી ભુપતભાઈ. વિજયસિંહ સહિતની ટીમ ગઈકાલે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીને લઇ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસા તાલુકાના રોબસ મોટી ગામના એક રહેણાંક મકાનમાં દારૂ બિયરનું વેચાણ કરવામાં આવે છે તેથી તાત્કાલિક તાલુકા પોલીસ ની ટીમે રોબસ મોટી ગામના નારાણ સિંહ પોપટ સિંહ વાઘેલા ના રહેણાક મકાનમાં દરોડો પાડતા ઘરમાંથી દારૂ અને બિયરની 226 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 25,530 નો મુદ્દા માલ જપ્ત કરી આરોપી નારાણ સિંહ પોપટ સિંહ વાઘેલા રહે રોબસ મોટી તા ડીસા વાળા સામે પ્રોહીબીસન એક્ટ મુજબનો ગુનો નોધી તેની શોધખોળ હાથ ધરી છે