આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા કરવામાં આવી રહેલ પોષણ માસ-
૨૦૨૨ની ઉજવણી નિમિતે આજ રોજ શાંતેશ્વર મંદિર, દોલતપરા ખાતે માન.
મેયરશ્રી ગીતાબેન પરમારના અધ્યક્ષ સ્થાને પોષણ જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવેલ
છે જેમાં નટુભાઈ પટોળીયા, ખીમજીભાઈ મોકરિયા, અશ્વિનભાઈ ચાવડા સહિતના કોર્પોરેટરશ્રીઓ
ઉપસ્થિત રહેલ છે. આઈ.સી.ડી.એસ. શાખા, મનપા જુનાગઢના પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવે
દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને પોષણ માસની ઉજવણીના મહત્વ, પોષણ, આંગણવાડી
ખાતેથી આપવામાં આવતા ટી.એચ.આર.ના નિયમિત ઉપયોગથી થતા ફાયદા, સ્તનપાન જેવા
વિષયો ઉપર સમજ આપેલ છે. આ પ્રસંગે આંગણવાડી ખાતેથી લાભાર્થીને આપવામાં આવતા
ટી.એચ.આર. બાલ શક્તિ, માતૃશક્તિ અને પુર્ણા શક્તિમાથી વિવિધ વાનગી બનાવી નિદર્શન પણ
કરવમાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફીસરશ્રી
વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ.ની ટીમ દ્વારા કરવમાં આવેલ છે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ