અમદાવાદ:બાપુનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલને

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જમનાનગરના છાપરા પાસે બજરંગ સોસાયટી

પાછળ જાહેરમાં ગેરકાયદે રીતે તિલક પટેલ નામનો

શખ્સ સાગરીતો રાખી દારૂનો ધંધો કરી રહ્યો હોવાની

માહિતી મળી હતી. તે આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે

રેડ કરી હતી જેમાં દારુ ભરેલા કાળા કલરના થેલા

મળી આવ્યા હતા. દારૂનું વેચાણ કરતા આરોપી

રમેશભાઈ કનૈયાલાલ વણઝારા (રહે.અનિલ

વકીલની ચાલી,નરોડા રોડ)ને પકડી પાડ્યો હતો.

પોલીસે 1.13 લાખની કિંમતની 540 બોટલો કબ્જે

કરી હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન તિલક પટેલ

(રહે. બાપુનગર),દારૂનો હિસાબ રાખનાર મુનિમ

શ્રીનિવાસ (રહે. બાપુનગર), દારૂનો જથ્થો મુકવા

આવનાર શખસ સહિત 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

આ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલે બાપુનગર પોલીસ

સ્ટેસનમાં ગુનો નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી

છે. જોકે લાંબા સમયથી ઝોનની એલસીબી, શહેર

ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓની રહેમજનર

ચાલતો હોવાની ચર્ચા ઉઠવા પામી છે.

મહત્વનું છે કે,રાજ્યના સૌથી મોટા બુટલેગર વિનોદ

સિંધી પર સ્ટેટ મોનિટરીંગ સેલ ફંદો કશી રહી છે

ત્યારે અમદાવાદ શહેરમાં તો દારુ બિન્ધાસ્ત વેચાણ

થાય જ છે તે નકારી શકાય તેમ નથી. તેવામાં

બાપુનગર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ચાલી

રહેલા દારુના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી

હતી. જેમાં એકાઉન્ટન્ટ પણ રાખ્યો હોવાનો

ચોંકાવનારો ખુલાયો થયો છે પોલીસે એકાઉન્ટન્ટને

પણ વોન્ટેડ જાહેર કરી એક આરોપીની ધરપકડ કરી

1.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દારુ

વેચનારને પણ રોજના 700 રુપિયા પગાર

ચુકવવામાં આવતો હતો. આમ કોર્પોરેટ કંપનીની જેમ

હિશાબ સાથે દારુ વેચાણ થતો હોવાં છતાં સ્થાનિક

પોલીસ, ક્રાઇમ બ્રાંચ સહિતની એજન્સીઓ કોના

ઇશારે નિષ્ક્રિય ન હતી તે ચર્ચાનો વિષય બન્યો છે.