ખંભાત તાલુકાના લુણેજ ખાતે આવેલ વડુચી માતાના મંદિરે ધારાસભ્ય મયૂરભાઈ રાવલની ગ્રાન્ટમાંથી રૂ.૫ લાખના બ્લોક પેવિંગના કામનું ખાતમુર્હુત રાણા સમાજના ધર્મગુરુ ક્રાંતિકારી મહંત સ્વામી શ્રી શિવરામદાસજીના હસ્તે તેમજ ખંભાત તાલુકા યુવા મોરચા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માલવભાઈ રાવલ, મંદિરના ટ્રસ્ટી નિતીનભાઈ બ્રહ્મભટ્ટ, લુણેજ સરપંચ જોરુંભાઈ ભરવાડ, પૂર્વ સરપંચ મનુભાઈ ભરવાડ, જિલ્લા યુવા મોરચાના નિલેષ પટેલ, મહેશ સભાડ, તાલુકા યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ વણાર, ઉપપ્રમુખ વિવેક રબારી, મહેશભાઈ પટેલ, રાજેશભાઇ ભરવાડ, રામભાઇ, પ્રવીણભાઈ રાઠોડ, ગિતેશભાઈ શાહ, વિમલશાહ, જયપાલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.