ડીસામાં સરકારી હોસ્પિટલ પાસે જીવલેણ હુમલો કરી યુવકની હત્યા ના કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે પોલીસે અત્યાર સુધી કુલ પાંચ આરોપીઓની અટકાયત કરી હત્યા ના ગુન્હામાં વપરાયેલ કુહાડી,ધારીયા અને ધોકા સહિતના હથિયારો જપ્ત કર્યા છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

ડીસામાં અઠવાડિયા અગાઉ અપશબ્દ બોલવા બાબતે સરકારી હોસ્પિટલ પાસે બે યુવકો પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. લાલચાલી વિસ્તારમાં રહેતા અંકિત ઉર્ફે માઈકલ ઠાકોર અને મનોજ ઠાકોર પર ટોળાએ ધારિયા, તલવાર અને ધોખા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં સારવાર દરમિયાન અંકિત ઉર્ફે માઈકલ ઠાકોર નું પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું.

પોલીસે ટોળા સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ના આધારે અલગ અલગ બે ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં અગાઉ બે આરોપીઓ મુકેશ સોની અને રાહુલ ઠાકોર ની અટકાયત કર્યા બાદ આજે પોલીસે વધુ બે ત્રણ આરોપીઓ કિરણ ઉર્ફે રવિ ઠાકોર,રાહુલ ઉર્ફે ઢુબો સોની, રાહુલ ઠાકોર ની અટકાયત કરી છે. આ હુમલો કરનારા શખ્સો પાસેથી ધારીયા, કુહાડી અને ધોકા સહિતના હથિયારો તેમજ ગુના ના કામમાં વપરાયેલ એકટીવા અને બાઈક સહિતના સાધનો પણ જપ્ત કર્યા છે.

ડીસા શહેર ઉત્તર PI વી એમ ચૌધરી, HC જેડી પરમાર, HC હરજીભાઇ, PC અરવિંદભાઈ, PC કરસનભાઈ, PC વનરાજજી, PC ઇમરાન ની બે અલગ અલગ બે ટીમો બનાવી આરોપીઓની દિવસ રાત શોધખોળ હાથ ધરી પાવાગઢ અને સુઈગામના અંતરિયાળ વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે જ્યારે આ કેસમાં હજુ પણ વધુ લોકો ના નામ ખુલતા અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.