GCCI  દ્વારા વ્યાપાર છેતરપિંડી અટકાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પર બિઝનેસ એસોસિએશનો સાથે પરિસંવાદ

 

અમદાવાદ,તા.20

GCCI ની મહાજન સંકલન (સ્થાનિક) કમિટી એ વ્યવસાયિક છેતરપિંડી અટકાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પર બિઝનેસ એસોસિએશનો સાથે એક પરિસંવાદનું આયોજન આજ રોજ 17મી ફેબ્રુઆરી, 2023ના કર્યુંહતું.જેમાં મોટી સંખ્યામાં વિવિધ વેપારી મંડળોના હોદ્દેદારોએ હાજરી આપી હતી.

GCCIનાપ્રમુખ  પથિક પટવારીએ, GCCIના પ્રમુખે, સહભાગીઓને આવકાર્યા હતાઅને આ ઇન્ટરેક્ટિવ મીટિંગનો હેતુ જણાવ્યો હતો. તેમણે મસ્કતી મહાજન દ્વારા થતા  SITના  પ્રયાસોની પ્રશંસા કરી હતી જેના થકી  વેપારીઓને ઉત્તમ માર્ગદર્શન મળે  છેજે કોર્ટની કાર્યવાહી દરમિયાન ઘણો નોંધપાત્ર સમય બચાવે  છે  તેમજ ચુકવણીની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે.

 ગૌરાંગ ભગત,  GCCIની કાર્યકારી સમિતિના સભ્ય અને મસ્કતી ક્લોથ મહાજનના પ્રમુખ એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT) ના  વિશે માહિતી આપી.તેમણે ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને પોલીસ વિભાગનો SIT પ્રત્યેના ઉત્કૃષ્ટ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સૂચન કર્યું હતું કે તમામ વેપારી સંગઠનોએકસાથે  થવા જોઈએ , તેમનું  સામાન્ય બંધારણ હોવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. તેમણે  બિઝનેસ કરતી વખતે સામાન્ય દસ્તાવેજો તેમજ ઓડિટ રિપોર્ટ વગેરે અંગે સ્પષ્ટતા રાખવા જણાવ્યું હતું . તેમણે ચેક રિટર્ન, ટ્રાન્સપોર્ટેશન, ડિલિવરી, માલસામાનમાં ભેળસેળ વગેરેમાં થતી છેતરપીંડી  અંગે મહત્વની માહિતી પૂરી પાડી હતી અને આગ્રહ કર્યો હતો કે આવા મુદ્દાઓથી ડર્યા વિના આપણે આ અંગે જાગૃતિ કેળવવાની જરૂર છે. તેમણે SIT દ્વારા હાથ ધરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરીના વિવિધ ઉદાહરણો પણ આપ્યા હતા.