જુનાગઢ મહાનગરપાલીકા ધ્વારા પોષણ માસ-૨૦૨૨ની ઉજવણીના ભાગ રુપ
બાળકોને રમત-ગમત દ્વારા પોષણ વિશે શિક્ષણ વિષય ઉપર કાર્યક્રમનું આયોજન
કરવામા આવેલ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ
“રાષ્ટ્રીય પોષણ અભિયાન” અંતર્ગત ચાલી રહેલ પોષણ માસ-૨૦૨૨ની ઉજવણીના ભાગ રુપે
આઇ.સી.ડી.એસ. અને શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે મારી પ્રાથમિક શાળા, જુનાગઢ ખાતે સવારે દ્વારા પોષણ વિશે શિક્ષણ વિષય ઉપર કાર્યક્રમનું આયોજન
કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં બાળકોને આંગણવાડી ખાતે ઉપલબ્ધ વિવિધ પ્રિ-સ્કુલ કીટ અને
પઝલ દ્વારા રમતો રમાડવામાં આવેલ. આ રમતો દ્વારા ફળો, શાકભાજી, વિવિધ ધાન્ય અને કઠોળની
ઓળખ અને તેના મહત્વ વિશે બાળકોને રમત-રમતમાં જ્ઞાન મળે એ માટે પ્રયત્ન કરવામાં આવેલ.
આ પ્રસંગે પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવે દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોના વાલીઓને
પોષણ માસની ઉજવણીનું મહત્વ, ટેક હોમ રાશનના નિયમિત ઉપયોગથી થતા ફાયદાઓ તેમજ
બાળકોના સ્વાસ્થય અને પોષણક્ષમ આહાર વિશે સમજ આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમમાં
શાળાના આચાર્યશ્રી જયભાઇ વસોયા તેમજ શિક્ષકોએ સરાહનીય સહયોગ આપેલ છે. બાળ વિકાસ
યોજના અધિકારીશ્રી, મુખ્યસેવિકાઓશ્રી, પી.એસ.ઇ.ઇસ્ટરકટરશ્રી સહિતના સ્ટાફ દ્વારા પ્રોગ્રામ
ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવેલ.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ
8780666396