"ક્યાંય ચૂક નહી સંસ્કારની,

વાત છે નચિકેત સંસ્કારની;

          ઘણા લાંબા સમય પછી એક સફળ લેખ લખી રહ્યો છું વાત કરવી છે વતન,વટ વિશેષતા અને વારસાની. નચિકેતા એ તેના દબદબાભેર દસ વરસ પૂર્ણ કર્યા છે આ સમય દરમ્યાન આ વિદ્યાધામ "નચિકેતા નો દશકો અને દબદબો" એ થીમ હેઠળ જબરજસ્ત સફળતા મેળવી રહ્યું છે ,મારે આજે મારી શાળા ના વખાણ કે પ્રશંસા નથી કરવી પણ મને મારી શાળા પ્રત્યે જે અનહદ પ્રેમ અને ગૌરવ ની લાગણી સાંપડી છે તેના વિશે ગર્વ ની વાત કરવી છે

                  આમ તો ગુજરાત ના ભૂગોળ તરફ નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાએ આજથી દસ વર્ષ પહેલાં પછાત જિલ્લા તરીકેની નામના મેળવેલ, પણ સમયાંતરે આ જિલ્લાના શિક્ષણપ્રેમી લોકોએ આ પછાત જીલ્લા તરીકેની નામના કાયમ માટે નીકળી જાય તે માટે અથાક પ્રયત્નો કરેલ અને એમાં સૌને સફળતા મળી.

             હું શિક્ષણ સાથે 2006 થી જોડાયેલ અને 2017 ના એ મંગળકારી દિવસે મારી નચિકેતા ના પરિવારે કંકુ તિલક કરી મોં મીઠું કરાવીને આરતી કરી સ્વાગતા કરી એ વખતે નચિકેતા ના પ્રમુખ શ્રી નટવરભાઈ બી પટેલે મને ધોરણ 9 અને ત્યારબાદ ધોરણ 10 ની મસમોટી જવાબદારી શોંપેલ જે મે હોંશેહોંશે સ્વીકારી અને 2019 ની અમારી પ્રથમ બેચે 100 ટકા પરિણામ મેળવેલ.જેનો હું હિસ્સો છું તેનો મને ખૂબ ગર્વ છે

        એ પછી નચિકેતા નું નવું ' ઘર ' બન્યું અને એ ઘરે મોટો પરિવાર બનાવ્યો, એ સમય દરમ્યાન નચિકેતા એ ચારેબાજુ વાહવાહ મેળવી અને હમણાજ શાળાએ દસ વર્ષ પૂર્ણ કર્યા પણ આ શાળાએ વિદ્યાર્થીઓનું ભણતર જ નહી પણ બાળકોના જ નહીં સમાજના પણ સંસ્કારોનું સેવારૂપી ઘડતર કર્યું છે અને હવે સંસ્કારોની મજબૂત ઇમારતો નું ચણતર થઈ રહ્યું છે. અહી મુકેલ તસ્વીરો એનો પુરાવો છે . શાળા દ્વારા આપણી સંસ્કૃતિ ના સંસ્કાર હેઠળ  દરેક કામ થઈ રહ્યું છે એની ખૂબ સાંત્વના છે. ધોરણ ૧૦/૧૨ ના બાળકોએ શાળામાંથી તા.૨૭/૦૨/૨૦૨૩ ના રોજ વિદાય લીધી અને ધોરણ ૯/૧૨ ના બાળકો એમના સ્થાને પહોંચે તે પહેલાં શાળાના કર્મયોગી મિત્રોએ ગુરુકુળની પ્રણાલી હેઠળ દીપ પ્રગટાવીને એ બંને વર્ગોમાં પ્રવેશ અપાવ્યો.....

            આ ઉપરાંત, ભારત સરકારના "આઝાદી કા અમૃત મહોત્સવ" હેઠળ યુવા મહોત્સવ ની ઇવેન્ટ હેઠળ કામ કર્યું જે થરા ની મોડેલ સ્કુલ માં આયોજન થયું અને અમે બધી જ જગ્યાએ પ્રથમ નંબરે રહ્યા. હમણાજ અમારી શાળાએ અમારી ભૂતપૂર્વ વિદ્યાર્થિની ગૌસ્વામી દિવ્યા જગદીશભાઈ ની મુલાકાત કરી કે જેણે મહેસાણા ખાતે સરકારી કોલેજ માં B.A.M.S માં એડમીશન મેળવ્યું જેનો સંસ્થાને ગર્વ છે.

       ચિત્રમાં નાનકડી દીકરી હેન્વી પણ તમામ વિદ્યાથીઓને શુભકામના પાઠવી રહી છે ત્યારે મારે છેલ્લે વારંવાર સંજભાઈ ના મુખેથી બોલાતા શબ્દો ટાંકવા જ પડે " મોર ના ઈંડા ને ચીતરવા ના પડે "  અને એટલે જ હું લખું છું કે...

                  "ક્યાંય ચૂક નહી સંસ્કારની

                  વાત છે નચિકેત સંસ્કારની;

       આ લેખ મારી વાહવાહી માટે કે શાળાની વાહવાહી માટે નથી પણ શાળાની વાસ્તવિક હકીકત આપ સૌ સમક્ષ પ્રગટ કરવી એ મારી નૈતિક ફરજ છે એ ન્યાયે પ્રગટ કરી રહ્યો છું

             બસ એજ સમય મળ્યે વધુ લખીશ

                                                         લી

                                                   આપ સૌનો

                                             રસિકભાઈ પંચાલ