મહુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો. કલમઃ-૩૦૭ વિગેરે તથા હથિયારધારાનાં કેસોમાં નાસતાં-ફરતાં આરોપી અર્જુન લાલાભાઇ ચૌહાણ રહે.ઇન્દિરાનગર,આખલોલ જકાતનાકા પાસે,ભાવનગરવાળો આછા બદામી જેવા કલરનું ટીશર્ટ તથા ભુરા કલરનું લોઅર ટ્રેક પહેરીને ભાવનગર,કુંભારવાડા-નારી રોડ ઉપર આવેલ ખોડિયાર માતાનાં મંદિર પાસે રોડ ઉપર તેનાં નેફામાં પિસ્ટલ રાખી ઉભો છે.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં અર્જુન લાલાભાઇ ચૌહાણ/ભરવાડ ઉ.વ.૨૬ ધંધો-ડ્રાયવીંગ રહે.સરકારી સ્કુલ સામે,ઇન્દિરાનગર, આખલોલ જકાતનાકા પાસે, ભાવનગર* વાળો હાજર મળી આવેલ.તેનાં લોઅર ટ્રેકનાં કમરના ભાગે નેફામાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી પ્લાસ્ટીકનાં હાથામાં બંને બાજુ સોનેરી સ્ટાર લગાડેલ બે-બે સ્ક્રુથી ફિટ કરેલ બેરલની લંબાઇ-૧૮ સે.મી તથા હાથાની લંબાઇ-૯ સે.મી. તથા *ચાલુ હાલતની પિસ્ટલ કિ.રૂ.૫,૦૦૦/- તથા 7.65 KF લખેલ જીવતાં કાર્ટીસ નંગ-૦૩ કિ.રૂ.૩૦૦/- તથા વીવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- ગણી કુલ રૂ.૧૫,૩૦૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.