(રાહુલ પ્રજાપતિ)
જય ગંગામૈયા..... હર હર ગંગે....ના નાદ સાથે હિંમતનગર તાલુકાના શેરડીટીમ્બા ગામમાં ગંગાજળ ના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં ગામના ૬૦ થી વધુ ગૃહસ્થ દંપતિઓ બે મહિના અગાઉ હરિદ્વાર, ઉજ્જૈન, જેવા વિવિધ સ્થળે પ્રવાસ કર્યો હતો
ત્યારબાદ હરિદ્વારથી ગંગા નદીનું જળ લાવ્યા હતા જે દિવાળીના રજા દરમ્યાન ત્રીજના દિવસે વધામણા આયોજન કરાયું જેમાં ગુરુવારે ગામની સ્કૂલથી ગામની પંચાયત સુધી શોભયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં બેડામાં જળ લઈને ગામમા ઢોલ નગારા સાથે ફરી પંચાયત નજીક બધા દંપતીઓ હવનમાં બેસી અંતે ભોજન પ્રસાદ લઈ પૂર્ણાહુતિ કરી હતી