સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતગર્ત વિકાસનાં કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્તના આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા કલેકટર તથા ડીડીઓ.ની સ્થાનિકો અપીલ
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ પ્રાંત કક્ષાએ લોકાર્પણ/ખાતમુહુર્ત અંગે "વિશ્વાસથી વિકાસ યાત્રા"ના આયોજન દરમ્યાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ/ ખાતમુહુર્ત જેવા લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવા બે દિવસનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ નડિયાદ, કપડવંજ, ઠાસરા તથા ખેડા ખાતે પ્રાંત કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જ્યારે તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે જિલ્લાકક્ષાના કાર્યાક્રમનું આયોજન કરવામાં આવેલ છે. વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર-પ્રસાર થકી રાજ્યની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવાના તથા સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતગર્ત વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના હેતુ સાથે યોજાનાર આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા અને પ્રાંત કક્ષાએ રચવામાં આવેલી સમિતિઓ એ પૂરતી કાળજી લે તે અંગે કલેકટર એ ખાસ માર્ગદર્શન આપ્યું હતું. પ્રાંત કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” તા.૧૨/૦૯/૨૦૨૨ના રોજ સવારે ૧૦;૦૦ કલાકે તથા રાજય કક્ષાનો વિશ્વાસી વિકાસ યાત્રા" તા. ૧૩/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉજવવામાં આવશે
સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતગર્ત વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્તના આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા કલેકટર તથા ડીડીઓની સ્થાનિકો અપીલ કરી છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, અધિક નિવાસી કલેક્ટર બી. એસ. પટેલ સહિત પ્રાંત અધિકારીઓ તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.