આનંદ ચૌદશ ના પાવન દિવસે દસ દિવસથી મોંઘેરું આતિથ્ય માણી રહેલા મંગલ મૂર્તિને ભાવભરી વિદાય. સવારથી જ ફતેપુરા નગરના તમામ માર્ગો પર ગણેશજી ની વિસર્જન યાત્રાઓ ડી.જે. અને ઢોલ નગારા સહિત નિશ્ચિત તળાવો તરફ જવાની શરૂઆત થઈ ગયી હતી. ગણેશ વિસર્જન યાત્રામાં વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો, યુવાનો, પુરુષોએ આકર્ષણ જમાવ્યું હતું. તળાવોમાં ગણેશ વિસર્જન સમયે પરિવારજનો અને ગણેશ મન્ડળો ભાવુક બન્યા હતા. અને આવતા વર્ષે વહેલા પધારવા બાપા પાસે કોલ લઈ વિદાય આપી હતી. ગણેશોત્સવ ૨૦૨૨ નિમિત્તે લક્ષ્મી નારાયણ યુવક મન્ડળ, સાઈ સરકાર ગ્રુપ, પોલીસ સ્ટેશન, સાંતીનગર યુવક મન્ડળ, જય અંબે સાર્વજનિક મન્ડળ, નવયુવક મન્ડળ કરોડીયા પૂર્વ, જેવા વિવિધ મન્ડળો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જન થયું હતું. ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.