સેવાલિયા ખાતે ગળતેશ્વર તાલુકા કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા ૯ માંગણીઓ અને હડતાળની ચીમકી સાથે મામલતદાર તથા ટીડીઓને આવેદન આપ્યું હતુ સરકાર દ્વારા માસ અગાઉ વિશ્વાસ આપ્યો હતો. પરંતુ તેની અમલવારી કરવામાં આવી નથી. સરકાર માત્ર ઠાલા વચનો આપીને કર્મચારીઓનું શોષણ જ કરી રહી છે. જેથી આદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. સેવાલિયા તાલુકાના ગળતેશ્વરના કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળ

દ્વારા ૯ માંગણીઓ (૧‌ ) કમિશન બેઝ ઇ-ગ્રામ પોલીસી હટાવી ફિક્સ વેતન ( ૧૯૫૦૦) સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે (૨) સરકારશ્રી સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને વર્ગ-૩ માં સમાવેશ કરવામાં આવે.માંગણીઓ (૩) સરકારી લાભો અને રક્ષણ આપીને સમાન કામ સમાન વેતન આપવામાં આવે (૩) આરોગ્ય લક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવચ આપવામાં આવે (૪) જોબ સિક્યુરીટી અને છુટા કરેલ વીસીઇને પરત લેવા (૫) કોરોના મહામારીમાં મરણ પામેલ વીસીઇને આર્થિક સહાય આપવામાં આવે.

(૬) સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેકટીવીટી પુરી પાડવામાં આવે (૭) વીસીઇની કામગીરી બાબતે જોબ ચાર્ટ નકકી કરવામાં આવે માંગણીઓ અને હડતાળની ચીમકી સાથે મામલતદાર તથા ટીડીઓને આવેદન પાઠવીને પોતાની માગણીઓ પુરી કરવા માટેની રજૂઆત કરી છે. તેમજ આ બાબત સરકારમાં પહોંચાડવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

રિપોર્ટર: રીઝવાન દરિયાઇ

ખેડા: ગળતેશ્વર