સમગ્ર સિહોરમાં ગણોના અધિપતિ દુંદાળા દવ ગણેશજીની ભકિતમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે. તમામ જગ્યાએ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ પાચ દિવસ બાદ વિસર્જન પણ થઈ ચૂક્યા છે. તો બાકીની જગ્યાઓ પર ગણેશોત્સવમાં ધૂમ મચી છે. સૌ કોઈ ગણેશજીની ભાવ વંદના કરી રહ્યા છે. ત્યારે અહીં સિહોર ગણેશ મિત્ર મંડળ દ્વારા 200 કિલ્લો લાડવાની પ્રસાદી ધરાવવામાં આવી હતી. એ પછી બધાએ પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરી હતી. સાથે ગણેશ મિત્ર મંડળ મુનીચોક દ્વારા તમામ ગણપતિ મંડળો ખાતે લાડુના મહા પ્રસાદ વિતરણ કરાયું હતું સિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉમેશ મકવાણા સંચાલિત ગણેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગણપતિ બાપાનો અનોખો મહા ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે ત્યારે ઉમેશભાઈ મકવાણા સાથે મંડળના મિલન બારૈયા,દીપક પાઠક, કિરણ મકવાણા, મનીષ ત્રિવેદી, નીતિનભાઈ પરમાર,જગદીશભાઈ રાઠોડ, મલય કોઠારી, દીપક લકુમ, હિતેશ સંઘવી, અશ્વિન રાઠોડ, પારસ ગોહિલ, હિતેશ મુની, રમેશ માળી, બાબુ કોઠારી, મહિપાલ સિંહ ગોહિલ, અશોક બાંભણીયા, મહેશ જગડ, સહિતની ટીમ 200 કિલો શુદ્ધ ધીના લાડવાનો. પ્રસાદ બનાવી ગણેશજીના અલગ અલગ પંડાલોમા પ્રસાદી રૂપે વિતરણ કર્યો હતો આ મહાપ્રસાદનો સૌ કોઈએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો કાજુ બદામ સાથે ચોખ્ખા શુદ્ધ ઘીના લાડવા બજારમાં 1 કિલ્લોના ભાવ 400 રૂપિયા છે : અહીં ઉમેશ મકવાણાના સંચાલન હેઠળ ચાલતા ગણેશ મિત્ર મંડળે 200 કિલ્લો લાડવા બનાવી અલગ અલગ પંડાલોમા પ્રસાદી તરીકે વિતરણ કર્યા