હામદપરા ગામે નવાપરા વિસ્તારમાં લોકો લો વોલ્ટેજથી પરેશાન બન્યા હતા ત્યારે PGVCL તંત્ર દ્વારા અલગ ટીસી મૂકી આપતા અંતે લોકોના પ્રશ્નનો હલ આવ્યો છે. 

કુતિયાણા તાલુકાના હામદપરા ગામે નવાપરા વિસ્તારના લોકોને લાંબા સમયથી લો વોલ્ટેજને લઈને ફરિયાદો હતી અને આ અંગે આ વિસ્તારના લોકોએ 2 વર્ષના સમયગાળામાં અવારનવાર PGVCL તંત્રને રજુઆત કરવામાં આવી હતી. છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કરવામાં નહિ આવતા લોકો 2 વર્ષથી લો વોલ્ટેજથી પરેશાન હતા. નવાપરા વિસ્તાર હામદપરા ગામનો છેવાળાનો વિસ્તાર હોય અને આખા ગામ વચ્ચે 1 જ ટીસી આવેલ હોય જેને લઈને આ વિસ્તારના લોકોને ટીવી,પંખા,લેમ્પ,ટ્યુબલાઈટ સહિતના વીજ ઉપકરણો પણ સારી રીતે ચાલી ના શકતા હોય જેથી આ વિસ્તારના લોકો પરેશાન બન્યા હતા.  

ત્યારે આ અંગે લોકો દ્વારા થોડા સમય પહેલા PGVCL નાયબ ઈજનેર કુતિયાણાને રજુઆત કરવામાં આવી હતી ત્યારે તેઓ દ્વારા આ અંગે યોગ્ય કરવા ખાત્રી આપવામાં આવી હતી. ત્યારે આજરોજ PGVCL નાયબ ઈજનેર કુતિયાણા દ્વારા નવું ટીસી નાખી આપવામાં આવતા આ વિસ્તારના લોકોએ PGVCL તંત્ર કુતિયાણાનો આભાર વ્યક્ત કર્યો હતો..