થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોતના આરોપી હાઇવા ચાલક દિનેશભાઇ મોતીભાઇ પંચાલને પોલીસે ઝડપી લીધો હતો. ટોલટેક્સ બચાવવા માટે પરવાનગી વગરના રસ્તા પરથી હાઇવા લઇ જતાં દુર્ઘટના સર્જાઇ હતી.

પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, રોડની બાજુમાં કામ કરી રહેલા મજૂરો પર રેતી ભરેલો હાઇવા ચડી ગયો હતો.આ અકસ્માતમાં બે વર્ષના માસૂમ બાળક સહીત 4 લોકોના મોત નિપજયા હતા. પોલીસે ટ્રક માલિક સામે ગુનો નોંધી તેને જેલના હવાલે કર્યો હતો. માત્ર થોડા રૂપિયાની બચત માટે લેવાયેલા નિર્ણયે નિર્દોષ લોકોના જીવ લીધા હતા.