અઢારે આલમમા પૂજનીય નકલંક નેજાધારી રામદેવપીરના નેજા ઉત્સવ  પ્રસંગે રાણાવાવ તાલૂકાના ઠોયાણા ગામના નકલંકધામ તેમજ સમસ્ત ઠોયાણા ગામજનો ઉમળકાભર્યા સહકારથી રામાપીરના નેજા મહોત્સવની ઉજવણી  કરવામાં આવી. ઠોયાણા ગામની બજારો અને ગલીઓ માં નેજાના સામૈયા કરવામાં આવ્યા .લોકો રામદેવપીરમાં લીન બની બાપાનો નેજો જ્યાંથી પસાર થવાનો છે તે બધી ગલીઓ અને આખું ગામ તોરણ અને તાલાથી સુશોભિત કરવામાં આવ્યું હતું . લોકો જે ઉત્સવની આતુરતાથી રાહ જોતા હતા તે ઘડી એટલે ભાદરવા સુદ નોમ અને સોમવાર તા. 5/09/2022 ના રોજ ઉમળકાભેર ઊજવવા મા આવ્યો  . 


આ પ્રસંગે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તથા મહેર સમાજના અગ્રણી અને 600 દીકરીના સમૂહ લગ્ન કર્યા એવા સામતભાઈ ઓડેદરા,તેમજ ધાર્મિક અને સેવાભાવવાળું જેનું વ્યક્તિવ છે એવા ભાણવડના મહેર અગ્રણી મેરામણ આતા પીરના નેજા મહોત્સવમા સહભાગી બન્યા હતા . અને તેઓના વરદ હસ્તે નેજો ચઢાવવામાં આવ્યો હતો ઠોયાણા ગામે નકલંક ધામ તથા  સમસ્ત ગામજનોના સહકારથી નંકલંક નેજાધારી રામદેવપીરના નેજાના સામૈયા  અને શોભાયાત્રા ઠોયાણાથી બે કિલોમીટર દૂર આવેલ ટીબામા આવડ માતાના આશ્રમથી ડીજેના તાલે સવારના સાત વાગ્યાથી નેજાના સામૈયા બળદગાડા અને ઘોડા સાથે  ખુબજ મોટી સંખ્યામાં કાઢવામાં આવ્યા હતા  . જેમા ઠોયાણા ગામના સર્વે ધર્મપ્રેમી જનતા તથા મહેમાનો આસ્થાભેર જોડાયા હતા  તેમજ સામૈયામા ગૂગળના ધુપના ધુંવાડે રામદેવપીરના નારા અને ભજન કીર્તન સાથે શોભાયાત્રા યુવા ભાઈ બહેનો ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવતા બોલાવતા આખા ગામમાં ફર્યા હતા જેમાં પ્લોટ વિસ્તાર વિસ્તારમાં આવેલ રામદેવ પીરના મંદિરે સામૈયા સાથે લઇ જાવામાં આવ્યો હતો ત્યાં ડાલીબાઈના પરિવાર દ્વારા નેજાને વધાવવામાં આવ્યો હતો ત્યારબાદ . ઠોયાણા નકલંક ધામ પહોંચ્યા હતા . સામતભાઈ ઓડેદરા અને કાંધલભાઈ જાડેજા  તથા મહાનુભાવોના વરદ હસ્તે રામદેવપીરના જયજય કાર બોલાવી નેજા ચઢાવવામાં આવ્યો હતો . ત્યાર બાદ સ્વાગત તથા પ્રવચન અને ભોજન પ્રસાદ નો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો . 
             
બપોર પછી 3 વાગ્યે રામદેવપીર અને નેતલદેનો લગ્નોત્સવ હતો , જેમાં ઠોયાણા મહેર સમાજથી વાજતે ગાજતે રામદેવપીરની જાન જોડવામાં આવી હતી જેમાં સમસ્ત ઠોયાણા ગામ તથા મહેમાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા , ખુબજ આનંદ કીલોલ સાથે ફટાકડા ફોડી જાન નકલંક ધામ પહોંચી  ત્યાં પ્રભુ રામદેવપીર ના લગ્નોત્સવ કરવામાં આવ્યો હતો , એ પ્રસંગ એક અનેરું દ્રશ્ય ખડું થયું હતું , જેમાં સાધુ સંતો, ગામ લોકો અને મહેમાનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો . 

   સાંજના સૌરાષ્ટમાંમાં પ્રખ્યાત એવા કલાકારો ડેવીનભાઈ ઓડેદરા, મિલન ઓડેદરા, , હિતેશ ઓડેદરા, , પોતાની કલા બાપાને શરણે ધરી અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી સાંજના સમયે પણ ખુબજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો . તેમજ કલાકારો રામદેવપીર બાપાની (દેગ દર્શન)રાખવામા આવ્યા હતા  .
        આ બાપાના નેજા મહોત્સવમાં સૌ કોઈ સહભાગી બની  નકલંક ધામ ઠોયાણામા બધાએ ધન્યતા અનુભવી હતી.