રાજ્ય ભરમાં પશુઓમાં લમ્પી વાઇરસ જોવા મળી રહયો છે જેને લઈને પશુ પાલકોમાં ચિંતા નો માહોલ જોવા મળી રહયો છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ લમ્પી વાઈરસ ના લક્ષણો જોવા મળ્યા હતા વલસાડ ના તિથલ રોડ પર વાંકી નદીના કિનારે બનાવવામાં આવેલ ગૌ ધામમાં  3 જેટલી ગાયોમાં લમ્પી વાઇરસના લક્ષણો જોવા મળ્યા હતા જેને લઈને પશુપાલન વિભાગ દ્રારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું લમ્પી વાઇરસના લક્ષણો ધરાવતી ગાયોના સેમ્પલો લેવમાં આવ્યા હતા તો સાવચેતીના ભાગ રૂપે અન્ય ગાયો થી અલગ આ 3 ગાયોને રાખવામાં આવી છે સાથે પશુપાલન વિભાગ દ્રારા રોગ વધુ ન ફેલાઈ તે માટે 200 જેટલી ગાયોને વેક્સીનેશન કરવામાં આવ્યું છે લમ્પી વાઇરસના લક્ષણો દેખાતા પશુપાલન વિભાગ એક્શન મોર્ડમાં જોવા મળ્યું હતું