સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટીના નવનિયુક્ત પ્રમુખે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ માં ડાયાલિસિસ સેન્ટર તથા થેલેસેમિયા રોગના દર્દીઓની રૂબરૂ મુલાકાત લીધી.

રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટીના સહયોગથી સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્ય ડાયાલિસિસને પ્રાથમિક સારવાર રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે. જેમાં ડાયાલિસિસ સેન્ટરમાં વિના મૂલ્ય 450 થી વધુ દર્દીઓ લાભ લે છે. 

તેમજ ખાસ કરીને નાના બાળકો માટે થેલેસેમિયા દર્દના બાળકોને વિના મૂલ્ય બ્લડ ચડાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. હાલમાં થેલેસેમિયા રોગના બાળકો 19 થી વધારે સારવાર લઈ રહેલ છે. એક મહિનામાં 351 થી વધુ બાળકોને સારવાર મળે છે. થેલેસેમિયા રોગના બાળકોને આજ સુધી 10,612 બાળકોને સારવાર આપવામાં આવી છે. 

   આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વઢવાણના પ્રમુખ અતુલભાઇ દોશી તથા સી. યુ. શાહ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ રીનાબેન ગઢવીએ સાથે રહીને થેલેસેમિયા તથા ડાયાલિસિસ સેન્ટરના દરેક દર્દીઓને મુલાકાત લીધી હતી .