વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 65 ટકાથી ઓછા ટકા ધરાવતા બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહિ આવતા ભારે હોબાળો થયો હતો અને આવા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
એનએસયુઆઇ દ્વારા પૂતળા દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો.
આ વિધાર્થીઓના જણાવ્યા મુજબ 2 હજાર વિદ્યાર્થીમાંથી માત્ર 500ને જ પ્રવેશ અપાયો હતો અને દરેક પાસે 300 રૂપિયા ફોર્મ ફી પણ લેવામાં આવી હતી
એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાલુ વર્ષે 65 ટકાથી ઓછા ગુણ હોય તેવા વડોદરા જિલ્લા બહારના વિદ્યાર્થીઓને પ્રેવેશ આપવામાં આવ્યો નથી.
દરેક વિદ્યાર્થી પાસે 300 રૂપિયા પ્રમાણે ફોર્મ ફી લેવામાં આવી હતી. 1500 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો નથી, પણ 300 રૂપિયા લેખે ફોર્મ ફી યુનિવર્સિટીએ જમા કરી લીધી છે. એનએસયુઆઇ પ્રમુખ વ્રજ પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા અને સત્તાધીશોનું પૂતળા દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
વિદ્યાર્થી આગેવાનોએ કોમર્સ ફેકલ્ટીમાં બહાર ગામના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માગણી કરી હતી.