નધાતપોર ગામે 18 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મળતી માહિતી અનુસાર ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે નધાતપોર ગામે આ કામના ભોગ બનનાર મહિલા કુસુમબેન હરનિશભાઈ તડવી ઉંમર વર્ષ 18 નાઓ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર મોનોકોટો નામની ઝેરી દવા પી ગયા હોવાની ઘટના બની હોવાથી તેમના મામા ભલુંભાઈ ભીમાભાઈ તડવી નાઓ એ 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવ્યા હતા જ્યાં દર્દીની હાલત ગંભીર હોવાથી ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે રાજપીપળા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ ગરૂડેશ્વર પોલીસને થતા ગરૂડેશ્વર પોલીસે જાણવાજોગ નો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે