કડી શહેર તેમજ તાલુકાની અંદર ઠેર ઠેર દેશી દારૂના તેમજ વિદેશી દારૂના અડ્ડાઓ પોલીસની આંખ નીચે ધમધમી રહ્યા છે. કડી શહેરમાં જાણે બુટલેગરોને કોઈ બીક જ નથી તે રીતે દેશી દારૂનો વેપાર બુટલેગરો કરી રહ્યા છે. ત્યારે કડી નગરપાલિકાએ શહેરની અંદર વર્ષોથી ચાલતા બબલુ મારવાડીના અડ્ડા ઉપર રેડ કરીને પોલીસને જાણ કરતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને દેશી દારૂનો વેપાર કરતા ઈસમ તેમજ દેશી દારૂની પોટલીઓ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.