કડી વિધાનસભા બેઠકમાં કુલ 16 અલગ-અલગ પક્ષો દ્વારા ઉમેદવારી પત્ર ફોર્મ ભરાયા હતા. જેમાં શુક્રવારે ઉમેદવારી પત્ર ફોર્મ પરત ખેંચવાના દિવસે 3 ફોર્મ ચકાસણીના અંતે રદ કરાયા હતા. જ્યારે સોમવારે વિધાનસભાની ચૂંટણીને લઈને ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ 5 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ફોર્મ પરત ખેંચ્યા હતા. જેથી હવે 8 ઉમેદવારો ચૂંટણી લડવા હરીફ નોંધાયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને 24 વિધાનસભા કડીમાં કુલ 16 ફોર્મ ભરાયા હતા. જેમાં BJPમાંથી કરસન સોલંકી, Congressમાંથી પ્રવીણ પરમાર અને AAPમાંથી હરગોવન ડાભી સહિત 16 અપક્ષ સહિત અન્ય પક્ષો દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 5 ઉમેદવારો એ પોતાના ફોર્મ પરત ખેંચતા 8 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણીનો જંગ જામશે. 16 ફોર્મમાંથી 3 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા અને પાંચ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા. હવે 24 વિધાનસભા કડી બેઠક પર 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે અને હવે જોવાનું રહ્યું કે, 2022 ગુજરાત વિધાનસભામાં કડી બેઠક પરથી કોણ જીતે છે અને કોણ હારે છે.
ફોર્મ પરત ખેંચેલ ઉમેદવાર
સુરેશ સેનામા, અપક્ષ
અલ્પેશકુમાર પરમાર, અપક્ષ
કમલેશ મકવાણા, અપક્ષ
આરતીબેન પરમાર, BSP
ભરતકુમાર પરમાર, અપક્ષ