સિહોરમાં કોરોના બાદ ગણેશોત્સવની ઉજવણી પણ ભવ્ય થઈ રહી છે સ્વાદ પ્રિય સિહોરીઓ ગણપતિબાપાને પ્રસાદ પણ વિવિધ ટેસ્ટમાં ધરાવી રહ્યાં છે. પહેલા ગણેશ મંડપમાં પ્રસાદમાં સાકરીયા દાણા, સાકર કે સાદા મોદકનો પ્રસાદ આપવામાં આવતો હતો. પરંતુ હવે ફ્લેવર્ડ મોદક સાથે બાપાને જાત જાતની મીઠાઈનો પ્રસાદ ધરાવી ભક્તોને આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બાપાને મોટા મોદક નો પ્રસાદ ધરાવવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે ત્યારે સિહોર માતા યુવક મંડળ દ્વારા સિહોરની માતાના પગથીયા પાસે ગણપતી મહોત્સવમાં છપ્પન ભોગનું આયોજન કરાયું હતું જેમાં લોકોએ દર્શન લાભ લીધો હતો