હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજા પોતાની પોલીસ ટીમ સાથે કાયદો વ્યવસ્થાને લઈને નિત્યક્રમ મુજબ પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મારુતિ કંપનીની અલ્ટો કાર વિદેશી દારૂનો જથ્થો ભરી હાલોલ તાલુકાના વરસડા ચોકડી થઈ મસવાડ જીઆઇડીસી તરફ આવનાર છે જે બાદમીના આધારે હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા,પીએસઆઇ આર.એસ.રાઠોડ પોલીસ કર્મચારીઓ કમલેશભાઈ પરસોત્તમભાઈ,ઈન્દ્રજીતસિંહ નટવરસિંહ અરવિંદભાઈ શાભયભાઈ, જશવંતસિંહ મણીલાલ, રાહુલકુમાર રમેશભાઈ,અશોકકુમાર રામસિંહ, અને નિલેશકુમાર ભગીરથભાઈએ રાણીપુરા ગામે આવેલી લીસેગા કંપની પાસે ખાનગી રીતે વોચ ગોઠવી બાતમીવાળી અલ્ટો કારને ઝડપી લીધી હતી અને કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ટીન બિયર અને ક્વાટરિયાની બોટલો નંગ 312 જેની કિંમત 31,200/- રૂ.ના વિદેશી દારૂનામુદ્દા માલ સાથે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ખેપિયા શૈલેષભાઈ હિંમતભાઈ પરમાર રહે.બરોલા, મોટું ફળિયુ તાલુકો કાલોલનોને ઝડપી પાડી વિદેશી દારૂ અને કાર જેની કિંમત 1,00,000/- મળી કુલ 1,31,200 /- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી શૈલેષ પરમાર સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.