આગામી તા.૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર મળશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકું સત્ર મળશે. તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

 . ચૂંટણી પહેલા બે દિવસ ટૂંકુ સત્ર બોલાવવામાં આવશે. ખાસ કરીને વિધાસનભાનું ઉનાળું સત્ર અને બજેટ સત્ર માર્ચ મહિનામાં યોજવામાં આવ્યું હતું ત્યારે વિધાનસભાનું ચોમાસું સંભવિત સત્ર પણ સપ્ટેમ્બર મહિનામાં બે દિવસ માટે યોજવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી પહેલા છેલ્લું સત્ર યોજવામાં આવશે. ખાસ કરીને આ સંભવિત તારીખો અગાઉ સામે આવી હતી ત્યારે આવતા સપ્તાહમાં કેબિનેટ બેઠકો બાદ જાહેરાત તારીખોને લઈને થાય તેવી શક્યતાઓ હતી ત્યારે આજે તા.૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકું સત્ર મળે તેને લઈને સીએમ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 

બે દિવસના સત્રની અંદર દિવંગત સભ્યોને શ્રદ્ધાજલી આપવામાં આવશે આ ઉપરાંત વિધાનસભાનું બીજા દિવસે કામકાજ શરુ કરાશે. આમ બે દિવસના સત્રને લઈને તૈયારીઓ શરુ કરાશે. અગાઉ માર્ચ મહિનામાં સત્ર મળ્યું હતું ત્યારે ચૂંટણીઓ નજીક હોવાથી ઉનાળું સત્ર છેલ્લુ સત્ર હોવાનો અંદાજ હતો પરંતુ ચૂંટણીઓની તારીખો હજુ સુધી જાહેર ના થતા સત્ર બે દિવસનું ટૂંકુ બોલાવવામાં આવશે.