ભાવનગર જિલ્લાનાં મહુવા સહિત સમગ્ર ગુજરાતનાં આંગણવાડી અને તેડાગર વર્કર બહેનો પોતાના નીચાં પગાર ધોરણ, કામગીરીની અંદર થતા વિવિધ શોષણ અને એમને મળવાપાત્ર પગાર ભથ્થાને લઈને સરકાર શ્રી સમક્ષ મૂકેલી માંગણીઓ સંદર્ભે આજ સુધી ભાજપ સરકાર એમની માંગણી સંતોષવા તૈયાર નથી ત્યારે જનહિતને સર્વોપરી સમજનાર રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી આજે સમગ્ર ગુજરાતનાં આંગણવાડી તિડાગર મહિલાઓ બહેનો નાં સમર્થનમાં જોડાય છે અને મહુવા પ્રાંત અધિકારી અને મહુવા મામલતદાર શ્રી ને સમર્થનમાં આવેદન પાઠવીને આંગણવાડી અને તેડાગર બહેનોના પ્રશ્નોનું વહેલાસર નિરાકરણ લાવવા રજૂઆત કરી છે. દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ મહિલા સન્માન અને મહિલા સશક્તિકરણ નું ભાષણ કર્યું એ કરણી અને કથની માં અંતર છે કારણ ગુજરાતની એક લાખ બહેનોને ન્યૂનતમ વેતન દરથી પણ ઓછો પગાર ધોરણ રાખીને સરકારની યોજનાઓનું અમલીકરણ માટે ખૂબ જહેનત કરતી બહેનોની મહેનતને ધ્યાનમાં રાખીને ભાજપ સરકાર તમામ માંગણી સંતોષી એમનું શોષણ બંધ કરે એવી રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મનુભાઈ ચાવડાએ માગ કરી છે.

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા:-મહુવા